Proud of Gujarat
FeaturedGujaratINDIA

અગ્નિ તાંડવ : અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉન ભડકે બળ્યું, ધુમાડાના ગોટેગોટા અને ફાયર વિભાગની દોડધામથી વિસ્તાર ગુંજી ઉઠ્યું

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની એક બાદ એક ઘટનાઓ સતત સામે આવી રહી છે, ખાસ કરી જિલ્લામાં આવેલ જીઆઈડીસી વિસ્તારો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો સામે આવતા જોવા મળી રહ્યો છે, તેવામાં વધુ એકવાર અંકલેશ્વર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગેલ ભીષણ આગે ફાયર ફાઇટરોને દોડતા મૂકી દીધા હતા તો બીજી તરફ સ્થાનિકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.

અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી, નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા હતા. પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના પગલે 2 કિમિ દૂરથી કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડતા હતા. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ટેન્ડર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા છે. સવારે 10.45 વાગ્યાના અરસામાં આ આગ વિકરાળ સ્વરૂપમાં નજરે પડતી હતી જેના ઉપર કાબુ મેળવવા લાશકરો ઝઝૂમતા નજરે પડતા હતા.

Advertisement

Share

Related posts

ચંદ્રયાન-3 લક્ષ્યની નજીક, ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ્યું, 177 કિ.મી. જ દૂર

ProudOfGujarat

5 પર 100 પાર, ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો,પાંચ બેઠક સામે દાવેદારો જોઇ ચોંકી જશો..

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બેફામ બુટલેગરો સામે પોલીસની તવાઈ, વિવિધ સ્થળે દરોડામાં અનેક લીટર દારૂ ઝડપાયો, તો નશાની હાલતમાં લવારા કરતા ત્રણ જેલ ભેગા થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!