અંકલેશ્વર શહેર અને તાલુકામાં કાળઝાળ ગરમી વચ્ચે રમઝાન માસના ૨૯ જેટલા રોજા મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવ્યા હતા. જુવાનિયાઓ અને વયોવૃદ્ધની સાથે સાથે બાળકોમાં પણ રમજાન માસને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચથી લઇ ૧૨ વર્ષીય બાળકો રમઝાન માસના તમામ રોજા આવી આકરી ગરમીમાં અદા કરી ખુદાની બંદગી કરી રહ્યા છે.અંકલેશ્વરના ગુલનાર સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર 4 ના નગરસેવક રફિકભાઈ ઝઘડિયાવાલાના ૮ વર્ષીય પૌત્ર હુસૈન સોયેબ ઝગડીયાવાળા ૪૨-૪૩ ડીગ્રી તાપમાન વચ્ચે ૨૯ રોઝા દરમિયાન ૧૫ થી ૧૬ કલાક ભૂખ્યા રહી અલ્લાહની ઇબાદત કરી હતી. જોકે આ વર્ષે કોરોનાની સેકન્ડ વેવમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે કોરોના હવે દેશ-દુનિયાને અલવિદા કહે તેવી દુઆ કરી હતી.
Advertisement