યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી, અંકલેશ્વરે ખાતે 24/03/2023 ના રોજ યુનિવર્સિટીના સેમિનાર હોલમાં “પોક્સો એક્ટ ૨૦૧૨ પર જાગૃતિ કાર્યક્રમ” પર ઓનલાઈન વેબિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સાક્ષી એનજીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જે મહિલાઓ અને બાળકો સામે હિંસા રોકવાના ક્ષેત્રમાં છેલ્લા 3 દાયકાથી સક્રિય રીતે કામ કરી રહી છે. આ ઈવેન્ટનો હેતુ POCSO એક્ટ, ૨૦૧૨ વિષેની જાગૃતિ પૂરી પાડવાનો હતો એટલે કે બાળકો સામેના જાતીય અપરાધોની ઘટનાઓને રોકવા, પ્રતિબંધિત કરવા અને તેમાં હસ્તક્ષેપ કરવાનો હતો અને અપરાધને કારણે થતી શિક્ષાત્મક કાર્યવાહી તેમજ જાતીય અપરાધોની અસરને સામે લાવવાનો હતો. આ કાર્યક્રમમાં NSS સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટે આગળની ભૂમિકા નિભાવે એવા સંકલ્પ સાથે UPL યુનિવર્સિટીના 70 થી વધુ NSS સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી દ્વારા પોક્સો એક્ટ ૨૦૧૨ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Advertisement