રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતગૅત ઉચ્ચ કક્ષાએ એટલેકે ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ” પ્રિ-વોકેશનલ એજયુકેશન” ને શૈક્ષણિક અભ્યાસ ક્રમના વિષયો સાથે સમાવિષ્ટ કરી વિદ્યાર્થીઓને જીવંત અનુભવો, વ્યવસાયકારો, સ્થળ મુલાકાત વચ્યુૅઅલ માધ્યમો પુરા પાડીને તેમના પાયામાં જીવન કૌશલ્યો સાથે ભાવિ કારકિર્દીના સંદભેૅ પોતાની અભિયોગ્યતાને અનુરૂપ વોકેશનલ સ્કીલ મળે તેમજ વિદ્યાથીૅઓની સામાજિક અને વ્યવસાયિક સજજતાને પ્રોત્સાહિત કરવા તેમજ વિદ્યાર્થીઓને ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો સાથે પ્રિ-વોકેશનલ એજયુકેશન ઇન્ટ્રીગેશનના સંદભૅમાં પ્રા. શા. પીરામણના ધો. ૭-૮ ના ૧૨૦ વિદ્યાર્થીઓને FDDI-FOOT WEAR DESIGN & DEVELOPMENT INSTITUTE ની મુલાકાત કરાવવામાં આવી.
સંસ્થાના સેન્ટર ઇનચાજૅ પ્રમોદ સાલુંખે સરે તમામ બાળકોને સંસ્થામાં મીઠો આવકાર આપ્યો. ત્યારબાદ ફેશન ડીઝાઇનર કોસૅના એચ. ઓ. ડી કુલદીપ સર દ્વારા fddiની શોટૅ ફિલ્મ બતાવી સંસ્થા પરિચય સાથે ત્યાં ચાલતા કોસૅ વિશેની માહિતી આપવામા આવી. પ્રમોદ સર તેમજ કુલદીપ સર દ્વારા વિવિધ લેબ તેમજ ફુટ વીઅર કઇ રીતે ડીઝાઇન થાય તેની સમગ્ર માહિતી શાળાના વિદ્યાર્થીઓને આપવામા આવી. સંસ્થામા રહેલી ફુટ વીઅર તેમજ ફેશન ડીઝાઇન માટેની મશીનરીની સમજ પણ આપવામાં આવી.
સંસ્થાના કોસ્ચ્યુમ ડિઝાઇન દ્વારા ફેશન ડિઝાઈનર કોસૅની માહિતી પણ આપવામા આવી. શાળાની વિદ્યાર્થીઓનીઓએ સિલાઇ મશીન ચલાવી એક સરસ અનુભવ પ્રાપ્ત કર્યોં. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા પ્રશ્નોતરી કરી વોકેશનલ કોસૅ અંગેની વિશેષ માહિતી મેળવવામાં આવી. સંસ્થાની કોમ્પુટર લેબ તેમજ લાયબ્રેરીની પણ મુલાકાત વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવી. પ્રમોદ સર તથા કુલદિપ સર દ્વારા ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ ભાષા જેવા વિષયને વોકેશનલ કોસૅ સાથે કઇ રીતે જોડી શકાય તેની સુંદર સમજ આપવામા આવી. શાળાના આચાયૅ રાજુભાઈ પ્રજાપતિ, શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી ભાઈ – બહેનો દ્વારા સંસ્થાની મુલાકાત બદલ આભાર વ્યક્ત કરવામા આવ્યો.
અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણના વિદ્યાર્થીઓની પ્રિ-વોકેશનલ સંદર્ભે FDDI સંસ્થાની મુલાકાત.
Advertisement