અંગદાન એ સૌથી મોટું જીવનદાન છે. સુરત જિલ્લાના માંડવી ગામના રહેવાસી સ્વ.જયેશભાઈ પ્રજાપતિ જેની ઉંમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. તેમનું જયાબેન મોદી હોસ્પિટલમાંથી અંગદાન કરાયું. તેઓ પોતે દેવમોગરા માતાજીના દર્શન માટે ગયા હતા ત્યાં ડુંગર ઉપરથી અચાનક પડી જતા તેમને માથાના અંદરના ભાગે ગંભીર ઈચ્છા થઈ હતી તેમણે તરત જ ડેડીયાપાડાના સીએચસી સેન્ટર પર લઈ જવામાં આવ્યા ત્યાંથી ડોક્ટરની સલામ મુજબ ગંભીર પરિસ્થિતિમાં જયાબેન મોદી હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરતા ખબર પડી કે તેઓનું બ્રેનડેડ થયેલું છે.
22 માર્ચ બપોરે 1:00 કલાકે આ જાણ થતા હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી તેઓએ તેમજ હોસ્પિટલનાં ન્યૂરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુ ના ડોક્ટરોની ટીમ દ્વારા સ્વ. જયેશભાઇના કુટુંબીજનોનું કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા. અંગદાન બીજા ત્રણથી ચાર લોકોનું લોકોને નવું જીવનદાન આપી શકે છે. આ અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવેલું છે. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની જાઈડસ હોસ્પિટલ તેમજ હૈદરાબાદની કે આઈ એમ એસ હોસ્પિટલ ની ટીમ અહીં ઉપસ્થિત રહી હતી. આ નવીનતમ ઘટનાને હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રીટેન્ડેટ ડોક્ટર આત્મી ડેલીવાલાના માર્ગદર્શન તેમજ દેખરેખમાં હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા સ્વ. જયેશભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.