અંકલેશ્વર નેશનલ હાઇવે પર પંદર દિવસમાં અકસ્માતનો બીજો બનાવ બનતા સ્થાનિકો રોષે ભરાયાં છે.
અંકલેશ્વરનાં નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક ટ્રક ચા નાં ગલ્લામાં ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. આજે સવારે નેશનલ હાઈવે પરથી એક માલવાહક ટ્રક પસાર થતી હતી તેવામાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક આ ટ્રક ચા નાં ગલ્લામાં ઘુસી ગઈ હતી. બેકાબૂ બનેલ ટ્રક ચા ના ગલ્લામાં ઘુસી જતાં એક તબક્કે ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંકલેશ્વરનાં ખરોડમાં પંદર દિવસમાં સતત બીજી વખત અકસ્માત સર્જાતા સ્થાનિકોએ અહીં બ્રિજ બાંધવાની માંગણી કરી છે.
અહીં નોંધનિય છે કે અવારનવાર અંકલેશ્વરનાં ખરોડ પાસેથી માલવાહક ટ્રકો નીકળતી હોય છે આથી અહિંનાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આ વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા અંકલેશ્વરનાં સત્તાધીશો સમક્ષ અહીં બ્રિજ બાંધી આપવાની રજૂઆત કરવામાં આવી છે.