અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામમાંથી જાહેરમાંથી પત્તાપાનાનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા હતા. આ અંગે અંક્લેશ્વર રૂરલ પોલીસે કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ તરફથી પ્રોહી જુગારની ગેરકાયદેસરની પ્રવૃતીઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા નાયબ પોલીસ અધિક્ષક ચીરાગ દેસાઇ અંકલેશ્વર વિભાગ અકલેશ્વર નાઓના માર્ગદર્શન આધારે વિગત I / C પોલીસ ઇન્સપેકટર વી.આર.પ્રજાપતિ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે દ્વારા ઉપરોકત સુચનાઓ બાબતે પ્રોહી જુગાર કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન આપો.કો. રવીન્દ્રસિંહ મહેન્દ્રસિંહને ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે પીપરોડ ગામે નવી વસાહત ભાથીજીના મંદીરની પાછળ સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક માણસો પત્તા પાનાનો પૈસા વડે હાર – જીતનો જુગાર રમે છે જેવી ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે હદના પીપરોડ ગામે નવી વસાહત ભાથીજીના મંદીરની પાછળ જુગારની રેઈડ કરતા પાંચ ઈસમો પકડાઈ ગયેલ જેઓની અંગ ઝડતીના રોકડા રૂ.૧૩,૯૫૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૭૦૦/- તથા જુગારના સાધનો ( પત્તા પાના નંગ – પર તથા પાથરણુ -૧ ) ની કિ.રૂ .૦૦ તથા મોબાઈલ નંગ – ૩ જેની કિ રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂપીયા ૨૯,૬૫૦ સાથે આરોપીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં (1) કુલદીપસિંહ હીતેન્દ્રસિંહ પરમાર રહે. સેંગપુર તા – અંક્લેશ્વર (2) અતુલ કાંતીભાઈ વસાવા રહે. સેંગપુર તા – અંક્લેશ્વર (3) ઠાકોર ચતુરભાઈ વસાવા રહે. નવીનગરી પીપરોડ તા. – અંક્લેશ્વર (4) અશોક અમસિંગભાઈ વસાવા રહે- નવીનગરી પીપરોડ તા – અંક્લેશ્વર (5) જયેશ જીવણભાઈ વસાવા રહે.ખોલી ફળીયા પીપરોડ તા – અંક્લેશ્વરની અટક કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના પીપરોડ ગામમાં પત્તાપાનાનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા.
Advertisement