અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા મોતાલીના આંગણે કેસુડાના કેસરવર્ણી ફાગણની ફોરમ વાર્ષિકોઉત્સવ- 2023 અંતર્ગત ચતુર્થ ચરણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવ પ્રસંગે શાળાના બાળપુષ્પોએ પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિના મેઘધનુષી રંગો થકી રંગમંચ પર ઓજસ પાથરી મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે – સાથે ગામના યુવાનોએ પણ પોતાની કૃતિ રજૂ કરી. સમગ્ર ગામ એક જૂથ થઈ આ વાર્ષિકોત્સવને સફળ બનાવ્યો. જેમાં વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, એસ.એમ.સી સ્ટાફ, વિવિધ કંપનીના દાતાઓ હાજર રહ્યા હતા. ગામમાં કચ્છી વાતાવરણ ઊભું કરી કચ્છી સંસ્કૃતિના પણ દર્શન કરાવ્યા, આકર્ષક ગેટ, ગાડું, પૈડાં, ઘંટી વગેરે પણ પ્રદર્શન અર્થે ગોઠવ્યા હતા. આમંત્રિત મહેમાનોએ પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળા પરિવાર અને ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Advertisement