જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા પીરામણ તાલુકો અંકલેશ્વરમાં ચાલુ વર્ષે G-20 અંતગૅત દેશોની બેઠક સંદર્ભે ભારતને અધ્યક્ષ સ્થાન પ્રાપ્ત થયુ છે. ત્યારે સમગ્ર ભારત દેશના નાગરિક માટે ગૌરવપૂણૅ બાબત છે. G-20 બેઠકની આ વષૅની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” ( One earth, one family, one future) છે ત્યારે સમગ્ર દેશમાં જુદી જુદી જગ્યાએ G-20 અંતગૅત જુદા જુદા કાયૅક્રમો યોજાનાર છે.
આ ગૌરવપૂણૅ ક્ષણની જાગૃતિ, પ્રચાર-પ્રસાર તથા લોકભાગીદારી વધારવાના ભાગરૂપે પ્રાથમિક શાળા પીરામણમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ આચાર્યો એ રંગોળી, પોસ્ટર સ્પધાૅ, નિબંધ લેખન વગેરે જેવી સ્પધાૅનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાયૅ તેમજ વાલીગણે ભાગ લીધો હતો. આ તમામ પ્રવૃતિઓ ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
વાસણ પર રંગોળી શાળાના મદદનીશ શિક્ષક સુભાષભાઈ પરમાર દ્વારા કરવામા આવી હતી. વિદ્યાર્થી, શિક્ષકો, આચાયૅ તેમજ વાલીગણ દરેક પ્રવૃતિમાં સામેલગીરી કરી શાળા આયોજિત આ પ્રવૃતિને રસપ્રદ બનાવવામાં આવી હતી. આ પ્રવૃતિના નોડલ ટીચર નિશાબેન પટેલ દ્વારા તમામ પ્રવૃતિને રસપ્રદ બનાવવા યોગ્ય માગૅદશૅન સાથે ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી જેને કારણે G-20 ની પ્રવૃતિનો કાયૅક્રમ ખુબ જ સફળ રહ્યો હતો.
અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં G-20 અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઈ.
Advertisement