અંકલેશ્વર પંથકના સારંગપુર ગામની એક સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાની ધટના સામે આવી છે. આ બનાવ અંગે વિગતે જોતાં અંકલેશ્વરના સારંગપુર ગામમા આવેલ મારુતિધામ સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો તેથી બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મકાનના ગેલેરીના ભાગેથી સળિયાનુ લંગર નાંખતા બાળકો દાઝી ગયા હતા. આ બનાવ અંગે અંક્લેશ્વર GIDC પોલીસે આકસ્મિક અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસનો આરંભ કરેલ છે.
Advertisement