Proud of Gujarat
FeaturedGujaratINDIA

શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે અંકલેશ્વર ખાતેથી એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

Share

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલ પાસે એક શંકાસ્પદ આઈસર ટેમ્પોને રોકી તેનાં પાછળનાં ભાગે ભરેલ સામાનની તપાસ કરતા લોખંડનાં સળીયા સહિત લોખંડનું ભંગાર ભરેલ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસને શંકા જતા સામાન અંગેના બિલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી બુક અંગેનાં પુરાવા માંગવામાં આવ્યા હતા.

પોલીસની તપાસમાં આઈસર ટેમ્પોનાં ચાલક દ્વારા કોઈ સંતોષ કારક જવાબ નહીં આપતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ટેમ્પોનાં ચાલક રમણભાઈ છીતુભાઇ રાઠોડ રહે. સજોદ અંકલેશ્વર નાઓની ભંગારનો જથ્થો સહિત ટેમ્પો મળી કુલ 2,82,200 નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

કરજણ મામલતદાર કચેરીમાંથી ખોટું સોગંદનામું કરી સામાજિક તેમજ શૈક્ષણિક પછાત તરીકેનું પ્રમાણપત્ર મેળવનાર કરજણનાં એક ઈસમ સામે નાયબ મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી ની ફેક્ટરીઓ બંધ પરપ્રાંતિયનાં હિજરતના કારણે ઉદ્યોગો સંકટમાં

ProudOfGujarat

વડોદરા-સમા પોલીસે હાઇવે પરથી 450 પેટી ભરેલી વિદેશી દારૂની ટ્રક ઝડપી-લાખ્ખો નો મુદ્દામાલ જપ્ત કર્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!