Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ.

Share

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા ૭ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “મહિલા સશક્તિકરણ – લિંગ વિભાજનને દૂર કરવા” પર એક કોન્ફરન્સ તેમજ “મહિલાઓ માટે સસ્ટેનેબલ સ્ટાર્ટઅપ્સ – એક માર્ગદર્શન સેમિનાર” નું આયોજન કર્યું હતું.

મહિલા સશક્તિકરણ – લિંગ વિભાજનને દૂર કરવા પર કોન્ફરન્સના સત્રો જાણીતા નિષ્ણાતો શ્રીમતી ગીતા શ્રીવત્સન અને ડૉ. નિનાદ ઝાલા દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. કુલ 8 ટીમોએ લિંગ વિભાજનને દૂર કરવામાં પુરુષો/મહિલાઓની ભૂમિકા થીમ પર તેમના વિચારો રજૂ કર્યા. આ ઉપરાંત, ઉદ્યોગસાહસિકતાની મહત્વાકાંક્ષાઓ સાથે મહિલાઓનો ઉત્સાહ વધારવા અને તેમને સસ્ટેનેબલ સ્ટાર્ટઅપ સ્થાપિત કરવા અને ચલાવવામાં મદદરૂપ બને તેવા કૌશલ્યો અને પરિપ્રેક્ષ્ય વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે, માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી કલ્પના જૈન (ઝીલ નૃત્યનિકેતન એકેડેમીના સ્થાપક અને નિર્દેશક) અને શ્રીમતી રશ્મિ જોશી (ફર્સ્ટ લેડી સલૂનના સ્થાપક અને એનજીઓ-ધ વિમેન્સ વેલ્ફેર ટ્રસ્ટના સ્થાપક) એ તેમના અનુભવો શેર કર્યા અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

Advertisement

ઉપરોક્ત પ્રોગ્રામ G20 ના બેનર અને પ્રોવોસ્ટ, ડૉ શ્રીકાંત જે. વાઘના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સનું સંકલન મહિલા વિકાસ સેલના સંયોજક ડૉ. જલ્પા ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારનું સંકલન SSIP સેલના સંયોજક ડૉ. કૃણાલ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું.


Share

Related posts

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

ProudOfGujarat

સુરત જીલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો : ઓલપાડમાં એક ઘર પર પડી વીજળી.

ProudOfGujarat

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!