તારીખ 8 માર્ચ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓના અધિકારોની લડત આપવા અને જનજાગૃતિ માટે વિશ્વમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ, સેમિનારો, રેલીઓ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વની પ્રત્યેક મહિલાના સન્માન તેમજ આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે અને સામાજિક અને રાજકીય બધા પ્રકારની મુશ્કેલીઓને પાર કરીને આગળ વધી રહી છે. હંમેશા મહિલાઓને માન આપવું જોઈએ એ ઉદ્દેશ સાથે અંકલેશ્વરની સાહસિક અને વિવિધ ક્ષેત્રમાં પોતાનું સ્થાન અગ્રીમ ધોરણે નિશ્ચિત કરનાર મહિલાઓના આદર સાથે તેઓના મંતવ્ય રજૂ કરીએ.
ડો.ઝેબા સારીકખાંન કાનુંગા અંગે જણાવ્યું કે મહિલાઓમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે એ ખરેખર અત્યંત અનિવાર્ય છે. એક શિક્ષિત મહિલા સમગ્ર આવનારી પેઢીને પણ શિક્ષિત બનાવી શકે છે. હજુ મહિલાઓમાં શિક્ષણ અંગે જેટલી જાગૃતિ જોઇએ એ આવી નથી. શિક્ષિત મહિલા સમગ્ર કુટુંબને તારે છે. એટલે જ દીકરીઓને ભણાવવા માટે માતા-પિતાએ પણ આગળ આવવું જોઇએ જેથી એક સ્વચ્છ અને સ્વસ્થ શિક્ષિત સમાજનું ઘડતર થઈ શકે. અમે અમારા માતા-પિતા થકી પરિવારની ત્રણ દીકરીઓ ડોક્ટર બની ચૂક્યા છીએ.મહિલાઓ માટે પોતાના સ્વરોજગાર અને પોતાના વ્યક્તિત્વ નિખારવા માટે પણ માતા પિતાનું એટલો સહકાર મળી રહે એ જરૂરી છે અને આ દરેક માતા-પિતાએ પણ સમજવાની જરૂર છે.
અગ્રણી ઉદ્યોગપતિની પુત્રવધુ હોવા છતાં પણ જમીની વ્યક્તિત્વ ધરાવતા, સમાજ સેવા માટે અને જયાબેન મોદી હોસ્પિટલમાં જરૂરિયાત મંદોને ટિફિન સેવા આપવા માટે પણ સદાય અગ્રેસર રહેતા કલ્પનાબેન આણંદપુરા જણાવે છે કે વર્તમાન સમયમાં મહિલાઓમાં હજુ પણ સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવી જોઈએ એવી જાગૃતી આવી નથી. મહિલાઓના સ્વરોજગાર માટે પણ કલ્પનાબેન ને કહ્યું કે અમે હર હંમેશ આ દિશામાં કાર્યરત રહીએ છીએ અને આગામી વર્ષોમાં પણ મહિલાઓ સ્વરોજગાર અને સ્વનિર્ભર બને એ માટે સતત પ્રયત્નશીલ રહીશું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતેમા વાહિદ શેખે પણ જણાવ્યું હતું કે અથાગ મહેનતથી અને વડીલોના સતત સહકારથી અને આશીર્વાદથી હું અત્યારે આ સ્થળે પહોંચી છું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફક્ત એટલું જ કહેવા ચાહીશ કે મહિલાઓ હવે કોઈ ક્ષેત્રમાં પાછળ નથી મહિલા ધરે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે કરે જ છે,હવે એમણે સમાજ માટે યોગદાન આપી સમાજ માટે કાર્ય કરવા મહિલાઓએ આગળ આવવાની જરૂર છે
દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે પરંતુ એને એની છુપાયેલી પ્રતિભાની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડે. અમારા પ્રયત્ન એ જ છે. મહિલા સશક્તિકરણ માટે નિરંતર અમે સેવાઓ આપતા આવ્યા છે અને આપતા રહીશું જેથી મહિલાઓ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે.
સરકાર મહિલાઓ માટે સંવેદનશીલ છે અને સરકારે અનેક કાયદાઓ મહિલાઓ માટે બનાવ્યા છે ત્યારે મહિલાઓ પણ શિક્ષિત બને અને પોતાના હક્ક તેમ જ અધિકાર અંગે જાગૃત બને તેમજ કાયદા અને કાનૂનથી પરિચિત થાય એ આવકારદાયક છે.
સમાજમાં ઘણી મહિલાઓ એવી છે કે જેઓ હજુ પણ પોતાની આંતરિક પ્રતિભાથી પરિચિત થઇ શકી નથી. આવી મહિલાઓ ઘરે તો બેસે છે પરંતુ સાથે સાથે ઘરે બેઠા પણ તેઓ પોતાના પરિવારને અને સમાજને મદદરૂપ થઇ શકે છે. આવી મહિલાઓ હંમેશા આગળ આવે અને કંઈક નવું કરવાની ધગશ સ્ત્રીઓમાં જાગે એ ઇચ્છનીય છે. વર્ષોથી અમે આ કાર્ય તમામ સ્તરે કર્યું છે અને આગામી દિવસોમાં પણ તમામ ક્ષેત્રે મહિલાઓને પગભર થવા માટે અમે સંપૂર્ણ સહકાર આપીશું.
માનસી જૈન મહીલા દિવસે જણાવ્યું કે દરેક મહિલાએ અંતર મનને જાગૃત કરવાની જરૂર છે આપણે ઘણું કરી શકીએ છીએ અને આપણા વૈદિક શાસ્ત્ર એ અને વૈદિક આર્યુવેદય જણાવ્યું છે કે યોગથી પોતાના મનને ઘણી રીતે જાગૃત કરી શકાય છે તો દરેક વ્યક્તિએ અને ખાસ કરીને મહિલાઓએ આ કરવાની જરૂર છે. કોઈપણ મહિલા આ પ્રયત્ન કરશે તો તમામ રીતે એને તમામ ક્ષેત્રમાં સફળતા મળશે.