ભરૂચ પોલીસ અધિકક્ષ ડૉ.લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અકલેશ્વર વિભાગ નાઓ તરફથી મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના હેતુથી તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ અસરકારક જરૂરી એકશન પ્લાન તૈયાર કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે, અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુના તથા આરોપી શોધી કાઢવા સારૂ સુચના આપેલ જેથી અંક્લેશ્વર શહેર ચૌટાનાકા પાસે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન સુરવાડી ઓવરબ્રિજ તરફથી એક કાળા કલરની સ્પેલન્ડર પ્લસ મો.સા.નં. GJ-16-BD-854 લઇ એક ઇસમ આવતા તેને રોકી લઇ તેની પાસે પોતાના કબજામાની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ના RTO ને લગતા કાગળો માંગતાં નહીં હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી તેઓની પાસેથી આર.ટી.ઓ માન્ય કાગળો વાહન માલીક બાબતે ખરાઈ કરતા શંકાસ્પદ જણાઈ આવતા મો.સા.ના એન્જીન નંબર તથા ચેચીસ નબર ઈ – ગુજકોપ મોબાઈલ પોકેટ કોપ આધારે વાહન સર્ચ કરતા જાણવા મળેલ કે મો.સા. બે મહીના પહેલા અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જવાહર બાગ પાસે પાર્ક કરેલ મો.સા. ચોરી થયેલાનું માલુમ પડેલ જેથી તેને પો.સ્ટે. લાવી વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઇસમનું નામ પૂછતાં અનીલભાઇ ઉર્ફે મિતેશ કાંતિલાલ વસાવા ઉ.વ .૩૨ રહે, સક્કરપોર ભાઠા, ઉગમણ ફળિયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ જણાયું છે.
ચોરીની મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “ એ ” ડીવીઝન પોલીસ.
Advertisement