ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, છેલ્લા બે માસ દરમ્યાન અનેક સ્થળે નશાના વેપલા ઉપર પોલીસ વિભાગે દરોડા પાડી લાખો અને કરોડોનો મુદ્દામાલનો કબ્જો લઈ અનેક બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર પોલીસ વિભાગે પાનોલી વિસ્તારમાંમાં દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકને મળેલ બાતમીના આધારે પાનોલી ગામની સીમમાં પિલુદ્રા જવાના કાચા રસ્તાની બાજુમાં ડો. જીતેન્દ્રના ખેતરના શેઢા પાસે રમઝાન ઈદ્રીશ શેખ રહે, કાપોદ્રા અને જીગ્નેશ પરીખ રહે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી નાઓએ દારૂનો જથ્થો ઉતાર્યો હોય જેની દેખભાળ મહેશભાઈ છનાભાઈ વસાવા રહે.પારડી નાઓ અંગેની બતામી બાદ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પાનોલી પોલીસના દરોડા દરમ્યાન સ્થળ ઉપરથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી મળી કુલ 9372 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 11,24,400 નો મુદામાલ કબ્જે કરી મામલે ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.