ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટા બજાર વિસ્તારમાં ગત રાત્રીના સમયે અચાનક જાહેર રસ્તા ઉપર આવેલ એક વીજ પોલમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોત જોતામાં વીજપોલમાં આગ વધુ વિકરાળ બનતા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો વીજ કંપની દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી.
રસ્તા વચ્ચે જ ભડકે બળતા વીજ પોલ અંગેની જાણકારી અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયરમાં કરાતા ફાયરના જવાનો લાય બંબા સાથે સ્થળ પર પહોંચ્યા હતા તેમજ જીઈબી વિભાગના કર્મીઓએ પણ સ્થળ પર પહોંચી સુજબુજતા સાથે સળગતા વીજ પોલ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
રાત્રીના સમયે ચૌટા બજાર જેવા ભરચક રહેણાંક વિસ્તાર વચ્ચે જ ધડાકા સાથે વીજ પોલમાં લાગેલી આગના પગલે એક સમયે ઉપસ્થિત લોકોના જીવ પણ ટાળવે ચોંટ્યા હતા તેમજ ગણતરીનાં સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો, વીજ પોલમાં અચાનક લાગેલી આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.