ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ફરી એક વખત હવા પ્રદૂષણ રેડ ઝોનમાં પહોચ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરની આજ-ુબાજુના વિસ્તારોમાં મહાકાય ખાનગી કંપનીઓ પણ આવેલી છે. ભરૂચ અને અંકલેશ્વરનું હવા પ્રદૂષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. ક્યાંકને ક્યાંક આ ખાનગી કંપનીઓના ધુમાડા, ગેસ, પેટ્રોલના ધુમાડાના કારણે સમગ્ર ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં હવા પ્રદૂષણ સતત વધતું જાય છે. આ હવા પ્રદૂષણ કોઈ ખાનગી કંપની નું છે.? કે કેમ તેવા અનેક તર્ક વિતર્ક સ્થાનિક રહેવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યા છે.
તાજેતરમાં છેલ્લા બે દિવસથી ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં હવા પ્રદૂષણ સતત વધી ગયું છે. આજે સવારથી હવા પ્રદૂષણ ૩૦૦ ને પાર AIQ સાથે વધી ગયું છે. વધતું જતું હવા પ્રદૂષણ સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સતત વધી રહેતા હવા પ્રદૂષણને રોકવા માટે તંત્રએ કામગીરી કરવી જોઇએ તેમજ ભરૂચ અને અંકલેશ્વરની આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે જી.પી.સી.બી સહિતના તંત્ર દ્વારા સખત કામગીરી કરવી જોઇએ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.