આમ તો સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ બેફામ બનેલા બુટલેગરોની કરતુતોના કારણે અવારનવાર લાખો કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવાનું સામે આવતું હોય છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે માહિતી મળી હતી કે, એક લીલા કલરની શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લકઝરીમાં મહારાષ્ટ્રથી રાજસ્થાન વિદેશી દારૂ લઈ જવાતો હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા હવામહેલ ખાતે વોચ ગોઠવી હતી. આ સમય દરમિયાન માહિતીવાળી શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસ આવતા તેમાંથી એક ઈસમ ઉતરીને પાછળના ભાગે ડીકીમાં રહેલા પોટલાં ઉતારી ત્યાં આવી પહોંચેલી રીક્ષામાંથી અન્ય ત્રણ ઈસમોએ ઉતરી લકઝરીમાંથી વિમલના ઠેલા રીક્ષામાં ઉતારીને મુક્યા હતાં. આ સમયે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઠેલાઓમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ દારૂની બોટલ નંગ 45 કિં.રૂ. 25,200, ત્રણ મોનાઇલ કિં. રૂ. 45 હજાર અને રીક્ષાની કિંમત રૂ. 1.50 લાખ મળીને કુલ રૂ. 2,20,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી પપૈયારામ પંચાલ, તુષાર ગુજ્જર, રાહુલ ગુજ્જર અને આકાશ વસાવાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની અટક કરી.
Advertisement