અંકલેશ્વર શહેરમાં રોટરી ક્લબ અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 જેટલા સાયકલીસ્ટો એ લીધો હતો. આ સાયક્લોફન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જીનવાલા સ્કૂલ ખાતે સમાપન થયું હતું.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આજની પેઢી એન્વાયરમેન્ટ, ફિટનેશ અને હેલ્થનું ધ્યાન આપતી નથી અને તેઓને આ બાબતના અવેરનર્સ માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને નગરજનો એ ભાગ લીધો હતો. આ સાયક્લોફન શહેરની જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે અંકલેશ્વરના નાયબ કલેક્ટર નતિષા માથુર, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, રોટરી ક્લબના પ્રમુખ અર્પણ સુરતી અને પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે સાયક્લોફનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયક્લોફન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી અને રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના હોદ્દેદારો,નગર પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં રોટરી ક્લબ અને નગર પાલિકા દ્વારા સાયક્લોફન યોજાઇ.
Advertisement