આજરોજ તારીખ 25.02.23 ના રોજ વહેલી સવારે વરસાદ નાં હોવા છતાં આમલાખાડી ખાડીમાં પ્રદુષિત અને દુર્ગંધવાળા પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આ પ્રદૂષિત પાણી ફાઈનલ પમ્પીંગ સ્ટેશન તરફ વહી રહ્યું હતું. નોટિફાઇડ હદ-વિસ્તારમાંથી આવતા મોટા પ્રમાણમાં પ્રદુષિત પાણી આવી રહ્યું હતું. ચોમાસામાં આવી અનેક ફરિયાદો આવતી હોય છે પરંતુ હાલ વરસાદ નથી તેમ છતાં પ્રદુષિત વહી રહ્યું છે. આમ આ જોઈ એવી કહી શકાય કે કેટલાક ઉદ્યોગકારોને જીપીસીબી નો કોઈ ડર રહ્યો હોય એમ લાગતું નથી.
વર્ષા ઋતુ દરમ્યાન અનેક વખત આવી જ પરિસ્થિતિ છાપરાખાડી અને અમરાવતીખાડીમાં પણ અંકલેશ્વર વસાહતના પ્રદુષિત પાણી વહેતા જોવા મળ્યા છે. દર વર્ષે પાળાઓ બનાવી રોકવાના નિર્થક પ્રયાસો (દેખાવ માત્રનાં )કરવામાં આવે છે. વારંવારના પ્રદુષિત પાણીના વહનથી માછલીઓ અને જળચળના મૃત્યુ થાય છે. પ્રદુષણના આવા કૃત્યોથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે. વરસાદી ખાડીઓમાં પ્રદુષણ ના થાય એ બાબતે NGT કોર્ટના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે. તંત્ર મુકપ્રેક્ષક બની લાચાર અવસ્થામાં હોય એમ લાગી રહ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ અમોને વાલીયા ચોકડી પાસે પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળતા અમારી સ્થળ તપાસમાં માલુમ પડ્યું હતું કે આ પ્રદુષિત પાણી જીઆઇડીસી નોટીફાઇડ હદ વિસ્તારમાંથી આવી અંકલેશ્વરના ફાઈનલ પમ્પીંગ સ્ટેશન તરફ જઈ રહ્યું છે. વગર વરસાદે પણ નોટિફાઇડ વિસ્તારમાંથી પ્રદુષિત પાણી આવતું નજરે જણાઈ રહ્યું હતું. અમોએ લાગતા વળગતા અંકલેશ્વર અને ગાંધીનગરનાં દરેક અધિકારીઓ અને પદાધિકારીઓને સ્થળ પરથી જ ફોટા/વિડિયો મોકલી પરિસ્થિતિની જાણકારી આપી હતી. અમારો પ્રશ્ન છે કે વાલીયા ચોકડી જેવા જાહેર રસ્તા પાસે થતા આ ગેરકાયેસરનાનો કૃત્યની જાણકારી સ્થાનિક તંત્રને નથી થતી કે પછી આંખ આડા કાન કરવાની ટેવ પડી છે ?