Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે ચાલતા ગેસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણની ધરપકડ

Share

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક LPG સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવાના કૌભાંડને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. આ મામલામાં ૩ લોકોની ધરપકડ કરી 82 ગેસ સિલિન્ડર સાથે લખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સામાન્ય પાઇપના ટુકડાની મદદથી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડર રિફિલિંગ અને એલપીજી ચોરીનો વેપલો ચાલી રહ્યો હતો. આ ગુનામાં એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 નજીક અત્યંત જોખમીરીતે આ ગેસરિફિલિંગ કૌભાંડ ચાલી રહ્યું હતું તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે. માહિતી મળતા કોઈ દુર્ઘટના બને તે પહેલા દરોડા પાડી બે નંબરી વેપલાને ઝડપી પડાયો હતો.

ભરૂચ પોલીસની એક યાદીમાં જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ દ્વારા ગુનાખોરી અટકાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ સુચનાઓના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB ના PSI એમ.એમ.રાઠોડે ટીમ સાથે અંક્લેશ્વરમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન તેમને બાતમી મળી હતી કે ઉછાલી ગામની સીમમાં ફાર્મ હાઉસમાં આવેલ ગેસના બોટલો ભરેલ ટેમ્પો પાર્ક છે અને ત્યાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઉછાલી ગામની સીમમાં આવેલ હસમુખભાઇ પટેલના ફાર્મ હાઉસમાં રેડ કરતા ઉપર બે ઇસમો લાલ કલરના ધરેલુ વપરાશના ગેસની સિલિન્ડરમાંથી ભૂરા કલરના કોમર્શીયલ સિલિન્ડરમાં એલ્યુમીનીયમની પાઇપથી ગેસનું રીફીલીંગ કરતા ઝડપાઇ ગયા હતા. પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિ આવી ન જાય તે માટે વોચ રાખનાર હસમુખભાઇ પટેલનામના શખ્શની પણ આ બે સાથે ધરપકડ કરાઈ હતી.

આ ગુનાનો અન્ય એક આરોપી રતીલાલ બગડુરામ ગૌદારા ફરાર થઇ ગયો હતો જેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે 82 ગેસ સિલિન્ડર, સિલિન્ડર સીલ અને ગેસ ચોરી કરવા બનાવાયેલ સાધનો સહીત ૭ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાંથી ACB એ હોમગાર્ડના બે જવાનને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા.

ProudOfGujarat

સુરતનાં લીંબાયતની માઉન્ટ મેરી મિશન સ્કૂલનાં સંચાલકોએ શાળા બંધ રાખવાનાં સરકારી આદેશનું પાલન ન કરી શાળા ચાલુ રાખતા વાલી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર્વે 108 ના સ્ટાફની રજાઓ મોકૂફ રાખી શહેરીજનોની સેવા માટે નર્સિંગ સ્ટાફ તૈયાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!