ભરૂચ જિલ્લામાં બેફામ અને બિન્દાસ બનેલા બે નંબરી તત્વો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે, જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ સામે સપાટો બોલાવી પોલીસ વિભાગ દ્વારા અનેક બુટલેગરો અને જુગારીઓને કાયદાના પાઠ ભણાવ્યા છે. તેવામાં વધુ એક સફળ દરોડામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા એક મહિલા સહિત ત્રણ ઈસમોને આંક ફરકના જુગાર રમતા ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર શહેરના તાડ ફળિયા વિસ્તારમાં રહેતી હંસા બેન જયંતિભાઈ દવે નાની તેના માણસો થકી અંકલેશ્વર બોરભાઠા ખાતે કેટલાક ઈસમો ભેગા કરી સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડા લખી પૈસા વડે હારજીત નો જુગાર રમી રમાડે છે અને જે આંકડા લખેલ ચિઠ્ઠી તથા પૈસા ગજાનંદ સોસાયટીમાં રહેતા ગાયત્રીબેન અર્જુન વસાવાના ત્યાં વલણના મોકલાવે છે જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચના દરોડામાં જુગાર રમાડતી મહિલા સહિત ત્રણ ઈસમો ઝડપાયા હતા જેમાં (1) જીતુ ઉર્ફે દાળ – ભાત રાજુભાઈ ખોડાભાઈ વસાવા રહે,તાડ ફળિયા અંકલેશ્વર (2) ચિરાગ ફુલસિંગ ભાઈ વસાવા રહે, શિવ દર્શન સોસાયટી દિવા રોડ અંકલેશ્વર તેમજ (3) ગાયત્રી બેન અર્જુનભાઈ વસાવા રહે, ગજાનંદ સોસાયટી અંકલેશ્વર નાઓને રોકડા રૂપિયા સહિત કુલ 43,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મામલે હંસા બેન જ્યંતીભાઈ દવે સહિત નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.