અંકલેશ્વમાં આવેલી શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે આજરોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય સેવા યોજનાના અક્સા-સીરીન ગૃપ, હિતીશા મોહિની ગૃપ, હીના-યશ્વી ગૃપ, અવિનાશ-અવિનાશ ગૃપ પોસ્ટર વિદ્યાર્થીઓએ બનાવી પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું ગુજરાતી છું અને મારી માતૃભાષા ગુજરાતી છે, તેના માટે મને ગર્વ છે. અમે ગુજરાતીમાં જ બોલીશું કારણ કે ગુજરાતી ભાષામાં પોતાની ભાવના વ્યક્ત કરવાથી આપણે આપણી લાગણીઓને સુપેરે અભિવ્યક્ત કરી શકીએ છીએ જેવા પોસ્ટર સાથે પોતાની ભાવના ચિત્રરૂપે વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય ડૉ. કે.એસ. ચાવડા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. રાજેશ પંડ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી. નિર્ણાયક તરીકે અંગ્રેજી વિભાગના વડા ડૉ. જી.કે. નંદા તથા ગુજરાતી વિભાગના વડા ડૉ. વર્ષા પટેલે સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. જય ચૌધરી તથા સેવક પઢિયાર અને વિશાલ પટેલે જહેમત ઉઠાવી હતી.