અંકલેશ્વર શહેરમાં આવેલી ખ્યાતનામ અને ગુણવત્તા ભર્યું શિક્ષણ આપતી ” અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ” SSC બોર્ડ ની પરીક્ષા માટે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોના સર્વાઞી વિકાસ અને ખાસ કરીને પરીક્ષા એ આફત નથી પણ ” પરીક્ષા એક ઉત્સવ ” છે એ ઉંડાણથી સમજવા અને સમજાવવા વિદ્યાર્થીઓને જ કેન્દ્રમાં રાખી એક ખાસ મોટીવેશનલ કાર્યક્રમ જાણીતા NRI બિઝનેસમેન શ્રી આસિફ ગોરાના અધ્યક્ષ સ્થાને શુક્રવાર તા: ૧૭ ફેબ્રુઆરીના રોજ શાળા સંકુલમાં યોજાઇ ગયો.
જેમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા કેળવણીકાર, કોર્પોરેટ ટ્રનર, મેનેજમેન્ટ કંસલટન્ટ અને આંતરરાષ્ટ્રીય વકતા દિનેશ સેવકે વિશ્વના તત્વચિંતકો, વિદ્વાનો અને વૈજ્ઞાનિકો, સફળતાના શિખરો સર કરી ગયેલા ઉદ્યોગપતિઓ, નેતા અભિનેતા, શહીદો અને સાહસિકતા ના ઉત્કૃષ્ટ ઉદાહરણ આપી જાણે વિદ્યાર્થીઓમાં જોમ જુસ્સા સાથે પ્રાણ પૂર્યો હતો. વાઘ – વરુ કરતાં પણ માણસ વધારે હિંસક બનતો જાય છે , માણસ પાણી ગાળીને પીવે છે અને મોકો મળતાં જ લોહી સીધું પીવે છે. ત્રીજા વિશ્વ યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એક સાચા અર્થમાં ” માણસ ” બનવા ઉપર અને વિશ્વશાંતિ સ્થપાય એ દિશામાં ભાર મૂક્યો હતો …. ડોકટર , ઈજનેર, આર્કીટેકચર , સીએ , નેતા – અભિનેતા , ઉદ્યોગપતિ બધું જ બનો….. પણ , સાથે સાથે એક સાચા માણસ બનો , મહાન દેશના સાચા નાગરિક બનવા જેવી વાત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. શાળ સંકુલના પ્રમુખ શ્રી નાઝુભાઈ ફડવાલા એ , કઠણ પરીશ્રમ , હકારાત્મક અભિગમ અને ધ્યેય નિષ્ઠાના વિવિધ દ્રષ્ટાંતો દ્રષ્ટાંતો ટાંકી સૌને પ્રોત્સાહિત કરી દિધા હતા. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી NRI બીઝનેસમેન શ્રી આસિફ ગોરાએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે અંતઃકરણથી શુભેચ્છાઓ પાઠવી આભાર વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો.
અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો
Advertisement