રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગ્ટય થકી કરાઈ હતી.
અંકલેશ્વર ખાતે એસન્ટ સ્કુલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદ્બોદન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ -૨૦૧૭ થી શરૂ કરાયેલ પ્રદેશ કલામહાકુંભ દ્વારા યુવા છાત્રાઓને પોતાના કારર્કિદીને વિકસાવવા માટે એક અનોખું પ્લેટફોર્મ પુરૂં પાડ્યું છે. આ પ્લેટફોર્મ થકી સ્પર્ધકોને પોતાની સુષુપ્ત શક્તિ ખિલવવા માટે પણ અવસર પુરૂ પાડશે,તેમ તેમણે ઉમેર્યું હતું.આ અવસરે સ્પર્ધકોને સ્પર્ધામાં સારો દેખાવ કરે તે માટે પણ શુભેચ્છાઓ આપી હતી. આ પ્રંસગે યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીત્તાબેન ગવલીએ આભાર પ્રવચન કર્યું હતું.
અંકલેશ્વરની એસન્ટ સ્કુલ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાયો
Advertisement