અંકલેશ્વર ખાતે હવે તસ્કરોએ શાળાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. શ્રવણ સ્કૂલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે તસ્કરોએ ચોરીમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. પોલીસ તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી એવી લોકોમાં છાપ ઊભી થઈ રહી છે.
કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી પ્રમુખની ઓફિસમાં રહેલ રોકડા 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી પ્રમુખની ઓફિસમાં રહેલ રોકડા 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર પંથકમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે એક તરફ વાહન ચોરોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે ત્યારે તસ્કરોએ આટલેથી નહિ અટકતા અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ શાળાના પ્રમુખની ઓફિસને નિશાન બનાવી હતી અને ઓફિસના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કરી લાકડાના કબાટમાં રહેલ લોકરને તોડી અંદર મુકેલ શાળાના વિદ્યાર્થીઓની ફી અને નાસ્તા કેન્ટીન અને અન્ય શાળાના જમા રૂપિયા મળી કુલ 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શાળાના શિક્ષકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ ઉપરાંત અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પણ તસ્કરો એ રાત્રે 1:30 વાગ્યાથી અઢી વાગ્યાના ગાળા હાથ ફેરો કરવાની કોશિશ કરી હતી પરંતુ તસ્કરોના હાથે કઈ લાગ્યું ન હતું આ અંગે સવારે ટ્રસ્ટીઓને જાણ કરતા અંકલેશ્વર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પોલીસે ડોગ સ્કવોડ સાથે વધુ તપાસ હાથ ધરી હતી.