અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિધયાલમાં બીજો દિક્ષાંત સમારોહ ચીલડ્રન થીયેટરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચે યોજાઈ ગયો. જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને DYSP ચિરાગ દેસાઈ, મુખ્ય વક્તા તરીકે જાણીતા કેળવણીકાર, કોર્પોરેટ ટ્રેનર અને આંતરરાષ્ટ્રીય વકતા દિનેશ સેવક અને અતિથી વિશેષ તરીકે સંસ્થાના ચેરમેન અને અંકલેશ્વર જીઆઇડીસીના ભૂતપૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ચિરાગ દેસાઈ સાહેબે બાળકો માટે ખાસ સમય ફાળવી આદર્શ માબાપની ભૂમિકા ભજવી સંસ્કાર અને મુલ્યનિષ્ઠ શિક્ષણ આપી કેળવણી આપવા ઉપર ભાર મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય વકતા દિનેશ સેવકે વિવિધ પ્રકારના ઉદાહરણ આપી ભવ્ય ભારત માટે આદર્શ નાગરિક બને, સમાજ અને કુટુંબ વ્યવસ્થામાં આગનાકિત પૂત્ર – પૂત્રી બંને તેવું શિક્ષણ અને કેળવણી આપવા વિનંતી અને આગ્રહ કર્યો હતો. મહેશભાઈ પટેલ કહ્યું કે ” અમારી અને આપણી સૌની આ સંસ્થાનું નામ જ આપણે ચાણક્ય એટલા માટે રાખ્યું છે કે આપના બાળકો ચાણક્ય જેવા નૈતિક, બુધ્ધી નિષ્ઠ અને શ્રેષ્ઠ માણસ બને “….. મહાનુભાવોના હસ્તે બાળકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાઅને આનંદ ઉત્સાહથી કાર્યક્રમ સંપન્ન થયો.
અંકલેશ્વરની ચાણક્ય વિધયાલમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો.
Advertisement