Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે બંધ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને લઈ જતા બે બુટલેગરોને શહેર પોલીસે ઝડપી પાડયા

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, ચાલુ માસ દરમ્યાનમાં જ લાખોનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડ્યો છે, તેવામાં વધુ એક સફળ દરોડામાં અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભારતીય બનાવટના શરાબના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

અંકલેશ્વર શહેર પોલીસ વિભાગને મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર આવેલ સહયોગ હોટલ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા દરમ્યાન હોટલના કમ્પાઉન્ડમાં એક બંધ બોડીનાં કન્ટેનર નંબર HR,55, W 1404 મળી આવ્યો હતો જેમાં તલાસી લેતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1728 નંગ બોટલ કી.રૂ 1,72,800 મળી કુલ કાચની બોટલ નંગ 14,352 જેની કિંમત 14,35,200 સહિત કન્ટેનર મળી કુલ 20,43,200 નાં મુદ્દામાલ સાથે ડ્રાઇવર તથા ક્લિનર (1) બાબુસિંહ ગુલાબસિંહ રાવત રહે, ભીલ વાડા (રાજેસ્થાન )તેમજ (2) સુવાલાલ છોગાજી ગુરુજર રહે, રાજસમંડ (રાજેસ્થાન )નાઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

યુક્રેનથી ભરૂચના સાત વિદ્યાર્થીઓ પરત આવતા મહાનુભાવોએ કર્યું સ્વાગત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામથી સ્મશાનને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!