Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતની કોંગી અગ્રણીઓએ મુલાકાત લીધી.

Share

*મહંત પર હુમલાને કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યો, તાત્કાલિક પગલા લેવાની માંગ.
ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ તીર્થ ખાતે ઘટેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત મહંતને અંકલેશ્વર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે ત્યારે ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લા કોંગી આગેવાનોએ તેમની મુલાકાત લઈએ જલ્દી સ્વસ્થ થાય અને કાર્યરત થાય એવી શુભેચ્છા પાઠવી હતી. ગુમાનદેવની આ ઘટના અંગે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે આ ખરેખર નિંદનીય ઘટના છે. આ બાબતે મહંત અને જલ્દી તંદુરસ્તી બક્ષે એવી જ શુભકામનાઓ પાઠવું છું અને ફરી એકવાર તેઓ પોતાના ભક્તોને આશીર્વાદ આપતા થાય એવી શુભેચ્છાઓ પણ સાથે પાઠવું છું. રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલે તાત્કાલિક અસરથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓને મહંતની સુખાકારી જાણવા માટે મુલાકાત લેવાની સૂચના આપી હતી અને તેમની સૂચના બાદ તમામ કોંગી આગેવાનો સરગમ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મહંતની રજૂઆતો પણ સાંભળી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ અત્યંત નિંદનીય ઘટના છે. કોઈ પણ મંદિરના મહંત પર હુમલો થાય એ ખરેખર અક્ષમ્ય અપરાધ છે. સ્થાનિક પોલીસ તંત્રથી લઈ સરકાર સુધીના તમામે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. સાધુ-સંતો અને મહંતોને જ જો સુરક્ષાકવચ ના હોય તો પછી તંત્ર સદંતર નિષ્ફળ ગણાય. ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજીની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા, અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની સહિત આગેવાનોએ મહંત મનમોહન દાસજી ની મુલાકાત નહીં તેમની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ બાબતે સખત આક્રોશ વ્યક્ત કરીને ઘટનાને વખોડી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ માત્ર 5.4 મી.મી વરસાદ વરસ્યો

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી સાંસદ મનસુખ ભાઈનાં ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી પાછી ખેંચી.

ProudOfGujarat

વડોદરાની ૧૦ બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!