Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોમનાથ -જૂનાગઢ ફરવા જવા માટે અંકલેશ્વરમાં યુવાને ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આખરે જેલના સળીયા પાછળ ધકેલાયો

Share

અંકલેશ્વર ખાતે ગત તારીખ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ ભરુચિ નાકા પાસે આવેલ રમણ મુરજીની વાડી નજીક ના SBI બેન્કના ATM ને તોડી તેમાંથી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ મામલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી જુદી જુદી ટિમો બનાવી સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

પોલીસની તપાસ દરમ્યાન બાતમી મળી હતી કે સમગ્ર ઘટનાને અંજામ આપનાર ઈસમ અંકલેશ્વરના નવીદીવી ગ્રાઉન્ડ ખાતે જોવા મળેલ છે, જે બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ શંકાસ્પદ ઈસમ મન ઉર્ફે ગોલુ તુકારામ વેડે કર ને પકડી પાડી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લાવી તેની ઊંડાણપૂર્વક તપાસ હાથધરી હતી જે બાદ તેણે ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

મન ઉર્ફે ગોલુ એ જણાવ્યું હતું કે તે કંઈ કામધંધો કરતો ન હોય અને સોમનાથ તથા જૂનાગઢ ફરવા માટે જવુ હોય તેને પૈસાની જરૂરિયાત હોય જેથી તેણે SBI બેન્કના ATM ને તોડી તેમાંથી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે નિષ્ફળ જતા નાસી છૂટ્યો હતો.


Share

Related posts

સુરતથી અમદાવાદ ખાતે જઈ રહેલા છાત્રા યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓની પાલેજ ખાતે પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

પાટણ શહેરની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની વ્યાખ્યાન તથા ક્વીઝ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામનાં ત્રણ વિજેતા ઉમેદવારોનું ગાયત્રી મહિલા મંડળ દ્વારા સન્માન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!