Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નશાની લાલચ આપી મિત્ર એ મિત્રની હત્યા કરનાર ઇસમની કરાઇ ધરપકડ

Share

અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં બે દિવસ પહેલા વહેલી સવારે ખેતર નજીક જમણા કાંઠાની નહેરના કુવામાં સુરતના 20 વર્ષીય યુવકની કપાળના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે ગંભીર ઇજાઓ કરી પગમાં દોરડા વડે બાંધી કુવામાં ઉલટી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવેલ હતી જે હત્યાના ગુનાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્ધારા હત્યા કરેલ લાશ મળી આવી તે ઘટના સ્થળની આસપાસના સી.સી.ટી.વી ફુટેજ, ટેકનીકલ સર્વેલંસ, હ્યુમન ઇન્ટેલીજન્સથી અલગ અલગ થીયરીના આધારે ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મરણ જનાર અભય પરમાર છેલ્લે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ એકટીવા ઉપર ત્રણ ઇસમો સાથે કોસંબા તરસાડીથી ઉટીયાદરા ગામ કેનાલ તરફ જતા રોડ ઉપર જોવા મળેલ હોવાનું જાણવા મળેલ જેથી પોલીસે શંકાસ્પદ 6 ઇસમોને શોધી કાઢી તમામની યુકતિ પ્રયુકતિ પુર્વક પુછપરછ કરતા એક સગીર વયનો કિશોર તથા જયમીન વસાવા પુછપરછ દરમ્યાન ભાંગી પડ્યા હતા અને પોતે હત્યાના ગુનાને અંજામ આપેલ હોવાનુ સ્વીકાર્યું હતું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસે ગણતરી જ કલાકોમાં ઉકેલી હત્યામાં સામીલ સગીર વયના કિશોર સહીત અન્ય એક આરોપી ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

હાલોલ : ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એ કેનાલમાં પડેલા કિશોરનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના સ્થાનિક લોકોની રેતીની ટ્રકોની અવરજવર અટકાવવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!