Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઉટીયાદરા પાસે નહેરના કુવામાં યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Share

ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબા માર્ગ ઉપર 20 વર્ષીય યુવાનની માથાના ભાગે હથિયાર વડે ઘા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, સ્થાનિક ખેડૂતે લાશ જોતા મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે લાશનો કબ્જો મેળવી તેને અંકલેશ્વર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

હાંસોટ – કોસંબા માર્ગ પર સુરત જિલ્લાના માંગરોલ તરસાલી ખાતે રહેતા 20 વર્ષીય અભય નટવર ભાઈ પટેલ ગત તારીખ 7 ફેબ્રુઆરીની સાંજે ઘરેથી નીકળ્યા બાદથી ગુમ હતો, પરિવાર જનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાન બુધવારે બપોરે ઉટીયાદરા પાસેની નહેર ખાતેના કુવામાંથી તેની લાશ મળી હોવાની જાણ પાનોલી પોલીસ મથકે થઈ હતી, જે બાદ પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા.

Advertisement

નહેરના કુવામાં લોહી લુહાણ હાલતમાં યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી જે બાદ મામલે પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

કરજણ તાલુકાના કલ્લા ખાતે નવમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ માં ૧૦૮ નારી કાવડયાત્રા નીકળી… શ્રાવણ માસ નીમીતે શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા નારી કાવડયાત્રા યોજાઈ…

ProudOfGujarat

આજરોજ ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓના સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની વિવિધ સમસ્યાઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!