આમ તો સામાન્ય રોતે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ એ દારૂ બંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ જમીની હકીકત જોતા લાગી રહ્યું છે, માત્ર ભરૂચ જિલ્લાની જ વાત કરવામાં આવે તો અહીંયા વર્ષ દરમ્યાન કરોડો રૂપિયાની કિંમતનો નશાના વેપલાનો સામાન પોલીસના હાથે ઝડપાય છે, તો કેટલાક સ્થળે બિન્દાસ વેચાણ પણ થઈ જતો હોય છે, તેવામાં વધુ એકવાર પોલીસ વિભાગે વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વીહીતા કેમ ચોકડી પાસે એક ગોડાઉનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ગોડાઉનનું તાળું ખોલી અંદર પ્રવેશ કરી જોતા ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી, ગોડાઉનની અંદરના ભાગે મોટા પ્રમાણ ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.
જીઆઈડીસી પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની – મોટી બોટલ નંગ 32,424 તેમજ બિયરના ટીન નંગ 1440 મળી કુલ 44,60,400 નો મુદ્દામાલ કબ્જે કરી વેચાણ અર્થે ગોડાઉન ભાડે રાખી દારૂ સંતાડનાર અમદાવાદના હજારો રો હાઉસ ખાતે રહેતા નિશાર કલાલ ખાન પઠાણ નાને વોન્ટેડ જાહેર કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.