પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ગત તારીખ 23/01/2023 ના રોજ મીરાનગર પાસેની સોનમ સોસાયટીનો 13 વર્ષીય ક્રિષ્ના નામનો બાળક ગુમ થયેલ હોવાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી, પોલીસ દ્વારા બાળકના ગુમ મામલે અપહરણની શંકા વ્યક્ત કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.
જે ઘટનાના એક સપ્તાહ બાદ ગુમ થયેલ બાળક ક્રિષ્નાનો મૃતદેહ ગઈ કાલે ડી કંપોઝ હાલતમાં અંકલેશ્વરના નવાગામ રેલ્વે ટ્રેક પાસેથી ખાડીમાંથી મળી આવ્યો હતો, જે ઘટના બાદ ભારે ખળ ભળાટ મચ્યો હતો,સમગ્ર મામલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતક બાળકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે હત્યાની આશંકાઓ વચ્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ખુદ બાળકનો કાકા જ હત્યારો હોવાની વિગતો સામે આવ્યો છે.
પોલીસની ઝીણવટભરી તપાસમાં માલુમ પડ્યું હતું કે મૃતક બાળક ક્રિષ્ના યાદવ છેલ્લે તેના કાકા ભગવંત સીંગ ઉર્ફે શેલેન્દ્ર સિંહ યાદવ નાઓ સાથે જોવા મળ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા ભગવંત સિંહ નાને સારંગપુર ચોકી ખાતે લાવી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
કેમ અપાયો માસુમની હત્યાને અંજામ
ભરૂચ પોલીસની તપાસમાં હત્યારા ભગવંત સિંહ પાસેથી ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતે અપરિણીત હોય પોતાના કૌટુંબિક ભાઈ સત્યપ્રકાશની પત્ની મમતા દેવી સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સબંધ હતા તેઓ બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય જેથી થોડા સમય પહેલા આરોપી ભગવંત સિંહ અને મમતા દેવી એ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું, જે બાદ બંને કોર્ટ મેરેજ કરવા માટે કાનપુર કોર્ટમાં પણ પહોંચ્યા હતા પરંતુ વકીલને મળતા જાણવા મળ્યું હતું જે જ્યાં સુધી મમતાદેવીના પતિ સત્યપ્રકાશ સાથે છુટાછેડા ન થાય મમતા દેવી વિધવા ન થાય ત્યાં સુધી તેઓ રજીસ્ટર કોર્ટ મેરેજ કરી શકતા નથી જે જાણકારી બંને થતા જ તેઓએ એકબીજાના પ્રેમને પામવા અને લગ્ન કરવા આખુ પ્લાનિંગ ઘડી કાઢ્યું હતું.
સત્ય પ્રકાશને પોતાના રસ્તામાંથી હટાવવા માટે અને મમતા દેવીને પામવા માટે ભગવંત સિંહ પોતના વતનથી સત્યપ્રકાશના ઘરે રહેવા માટે આવી ગયો હતો અને મમતા દેવી સાથે મળી સત્ય પ્રકાશની હત્યાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું જોકે મમતાદેવી એ સત્યપ્રકાશને ગેનની દવા આપી સત્યપ્રકાશને બેભાન કરી હત્યા કરવાનું કહ્યું હતું પરંતુ તેઓનો પુત્ર ક્રિષ્ના હોશિયાર દિમાગનો હોય અને તેને ખબર પડે તો તે બધાને કહી દેશે જેથી બંને એ ક્રિષ્નાને પ્રથમ રસ્તેથી હટાવવા માટેનું નક્કી કર્યું હતું.
ગત તારીખ 23 જાન્યુઆરી 2023 ના રોજ ક્રિષ્નાને હટાવવા માટેની યોગ્ય તક ભગવંત સિંહને મળી હતી, ક્રિષ્ના સાયકલ લઈ સાંજના સમયે તક્ષલ કંપની તરફથી પોતાના ઘર સોનમ સોસાયટી બાજુ આવી રહ્યો હતો દરમ્યાન રસ્તામાં જ ભગવંત સિંહે તેને રોકી પટાવી ફોસલાવી સાયકલ પર બેસાડી ઉંછાલી ગામ તરફ બ્રિજનું કામ ચાલતું હોય તે અવાવરું જગ્યાએ લઈ જઈ પ્રથમ ક્રિષ્નાનું ગળું દબાવી તેની હત્યા કરી તેના શરીરના કપડાં કાઢી લઈ જેથી લાશની ઓળખ ન થાય તેની લાશને પાણીમાં ફેંકી દીધી હતી.
હત્યાને અંજામ આપ્યા બાદ ભગવંત સિંહ પોતે સોનમ સોસાયટી ખાતે આવી પહોંચ્યો હતો અને ક્રિષ્ના ગુમ થયો હોય જે અંગેની ફરિયાદ મમતા દેવીને સાથે રાખી પોલીસ મથકે આપવા માટે પહોંચ્યો હતો, જે બાદ આખરે પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર હત્યા કાંડનો સનસની ખેજ ખુલાસો થયો છે, પોલીસે મામલે હત્યાને અંજામ આપનાર ભગવંત સિંહ ઉર્ફે શેલેન્દ્ર સીંગ યાદવ ઉ, વ 35 રહે સોનમ સોસાયટી અંકલેશ્વર તેમજ મમતા દેવી સત્યપ્રકાશ યાદવ રહે સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓની ધરપકડ કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.