Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી સુફિઝમના સ્કોલર સુફી અફઝલ વારસીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન એમ.આઈ.પટેલ તેમજ અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા, તેમજ ફ્રાંસથી વિશેષ પધારેલા રઝ્ઝાકભાઇ કાગજી, કૈયુમભાઇ ભોલ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી ગણ, શિક્ષકો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં દેશભક્તિના ગીતો તેમજ નૃત્યથી પ્રજાસત્તાકપર્વને વધાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે એક ખાનગી કંપનીમાં દાઝી જતા કર્મચારીને વડોદરા ખસેડાયો

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટા વાયરસની રસી અપાશે.

ProudOfGujarat

નવરાત્રી-દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, અમદાવાદમાં રિઅલ એસ્ટેટને 1 મહિનામાં 5000 કરોડનું નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!