Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તાડ ફળિયા ખાતે મકાનના બાથરૂમમાં સંતાડેલ હજારોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની ધરપકડ

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત લાલઆંખ કરી છે, જિલ્લામાં વિવિધ સ્થળે રોજ મ રોજ નશાના વેપલા ધમધમાવતા તત્વો સામે પાડવામાં આવી રહેલા દરોડાઓમાં હજારો અને લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ એક સફળ રેઇડ કરી અંકલેશ્વર ખાતેથી હજારોની કિંમતનો શરાબ ઝડપી પાડી બે બુટલેગરોની ધરપકડ કરી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ચક્ચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડામાં એક મકાનના બાથરૂમમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસ દ્વારા મામલે દારૂ તેમજ બિયરના ટીન કુલ 228 નંગ કિંમત રૂપિયા 42000 નો મુદામાલનો કબ્જો મેળવી મામલે બુટલેગર જુનેદ સરવર કુરેશી રહે,તાડ ફળિયા અંકલેશ્વર અને નરેશ રમણભાઈ વસાવા રહે. બોરભાઠા અંકલેશ્વર નાની ધરપકડ કરી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં કેરટેકર મહિલાનો આઠ મહિનાના બાળક પર અમાનુષી અત્યાચાર…

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે CBI એ એક અધિકારી સહિત 5 ની કરી અટકાયત

ProudOfGujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!