Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

Share

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ આવી રહ્યું છે ત્યારે પ્રતિવર્ષની જેમ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

નોંધનીય છે કે “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા નિયમિત સમયાંતરે અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીના વિદ્યાર્થીઓની ગાયન પ્રતિભા ખીલે એ માટે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને પ્રતિ વર્ષ પ્રજાસત્તાક પર્વ અને આઝાદી પર્વના દિવસે પણ પૂર્વ સંધ્યાએ દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 25 જાન્યુઆરીના રોજ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સાંજે 8:30 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી ની શાળાઓના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો રજૂ કરશે.

Advertisement

આ કાર્યક્રમ પ્રતિ વર્ષ સાર્વજનિક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને આયોજકો દ્વારા જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. વિનામૂલ્યે યોજાનાર આ કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે યોજાય છે જે અંકલેશ્વર માટે એક ગૌરવની વાત છે.


Share

Related posts

ઝઘડિયાના સારસા ગામ પાસે ઇકો કારને હાઇવા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ દિપાવલી પર્વે તા.૨૪ નાં રોજ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

વાઘોડિયા મા આવેલ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!