Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો

Share

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીની સફેદ કલરની બોલેરો ગાડી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો લઇને આવનાર છે. મળેલ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે પર અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી. દરમિયાન મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને ઉભી રખાવી હતી. પોલીસે તપાસ કરતા આ ગાડીમાં આવેલ ચોરખાનાની આડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની નાની-મોટી કુલ ૫૫૦ નંગ બોટલો રુ.૧૩૧૦૦૦ ની કિંમતની મળી આવી હતી. પોલીસે આ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો, બોલેરો ગાડી તેમજ એક મોબાઇલ મળી કુલ રુ.૬૩૬૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને આ ગુના હેઠળ શંભુલાલ વેણીરામજી જાટ રહે.સુરખંડ ગામ, જિ.ચિત્તોડગઢ રાજસ્થાનનાને ઝડપી લીધો હતો. પોલીસે આ ગુના અંતર્ગત અશોકભાઇ રહે.સેલવાસ તેમજ દારુનો આ જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરીને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝધડીયા : યુપીએલ કંપનીનાં હેલ્પરે ઉત્પાદન અધિકારી પર હુમલો કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રૂ.1.30 લાખના ડીઝલની ચોરી.

ProudOfGujarat

અમદાવાદનાં ઘુમામાં કન્ટ્રક્શન સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!