અંકલેશ્વરમાં ઉનાળા દરમિયાન જલદ કેમિકલનાં સ્ટોરેજ કરતી કંપનીઓમાં આગ લાગવાની ઘટના ઘટતી હોય છે. ત્યારે આજે અંકલેશ્વર જીઆઇડીસી હેમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા કંપનીના પ્લાન્ટમાં કામ કરતાં કામદારો પૈકી એક કામદારનું શરીરે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ જેટલા કામદારો શરીરે સખત રીતે દાઝી ગયા હતા.જ્યારે આ ઘટનાની જાણ થતાં જ બીપીએમસીનાં ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. લગભગ બે કલાકનાં પાણીના મારા બાદ આગ કાબુમાં આવી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે નિરીક્ષણ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
Advertisement