અંકલેશ્વર શહેર તથા ગ્રામ્ય જનતાને આરોગ્ય ક્ષેત્રે સુવિધા મળી રહે એ હેતુસર દાતાઓના સહયોગથી માતૃશ્રી લીલાબેન મોહનલાલ સાકરીયા રોટરી મધર મિલ્ક બેન્ક તથા કલામંદિર જવેલર્સ રોટરી ડાયોગ્નોસીસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ વિનયા વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલની ઉપસ્થિતિ સહિત ડિસ્ટ્રીકટ ગવર્નર શ્રીકાંત ઇદાની, આઈપીડીજી સંતોષ પ્રધાન, પીડીજી પરાગ શેઠ, પી.પી. જીજ્ઞેશ પટેલ, ડૉ. નીરજ ગુપ્તા, કલામંદિર જવેલર્સના ડાયરેકટર મિલન શાહ, પ્રેસિડન્ટ અર્પણ સુરતી, સેક્રેટરી પંકજ ભરવાડા, મનીષ શ્રોફ, ગજેન્દ્ર પટેલ, ઉપરાંત દાતા આર.ડી માને, એ.એમ. સુરાણા, મહેન્દ્ર દવે, ભાવના દવેની સખાવતથી અંદાજિત 30 લાખ રૂપિયાના ખર્ચે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Advertisement