ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસ બાકી છે, તેવામાં હવે ચાઈનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થવાના બનાવો પણ સામે આવી રહયા છે, અંકલેશ્વરના ગડખોલ-સુરવાડી રેલવે ઓવરબ્રીજ પર પતંગના દોરાથી બાઈક ચાલકને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
જે બાદ ઇજાગ્રસ્ત યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, એમ્બ્યુલન્સની ટીમ પ્રસૂતિના કેસમાં દર્દીને હોસ્પિટલ ખાતે મૂકી પરત આવી રહી હતી દરમિયાન બ્રિજ ઉપર યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો છે, પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે યુવાન ગડખોલનો હોવાનું સામે આવ્યું છે.
Advertisement