સ્વામી વિવેકાનંદ જયંતિની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે વિવિધ પ્રકારે (ત્રણ તબક્કામાં ) મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કોર્પોરેટ ટ્રનર, મેનેજમેન્ટ કંસલટન્ટ અને આંતરરાષ્ટ્રીય વકતા દિનેશ સેવક પોતાની આગવી શૈલીમાં વિવિધ પ્રકારના ઉદાહરણ આપી સૌને તરબોળ કરી દીધા હતા. વાલીઓ માટે ” બાળ ઉછેરમાં માબાપની ભૂમિકા”, વિદ્યાર્થીઓ માટે ” પરીક્ષા એક ઉત્સવ ” અને શિક્ષક ગણ માટે ” આદર્શ શિક્ષક ” વિષય ઉપર દિનેશ સેવકે પોતાના મૌલિક વિચારો સાથે ઈતિહાસ અને દેશ – વિદેશના તત્વચિંતકોના સચોટ દ્રષ્ટાંત દ્વારા સૌને તરબોળ કરી દીધા હતા. વર્તમાન વડાપ્રધાનના અથાગ પરિશ્રમ અને દિર્ગ્ દ્રષ્ટિથી આપણો ભારત વિશ્વગુરુ અને વૈશ્વિક સ્તરે મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે પોતાનાથી બનતો સહયોગ કરવા આહવાન કર્યું હતું. સંસ્થાના ચેરમેન અને અંકલેશ્વર જીઆઇડીસીના ભૂતપૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, ડાયરેક્ટર સર્વશ્રી, રશીલા મેડમ, થાનકી મેડમ અને આચાર્ય પાટીલ મેડમની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.
અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
Advertisement