Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક હાઈવે પર વાહન અકસ્માતમાં વિદ્યાર્થીનુ ધટના સ્થળે મોત નીપજયું.

Share

અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટ પાસે હાઈવે પરથી બાઈક પર પસાર થતાં અંત્રેની લાયન્સ સ્કુલમાં ધો.૧૧ માં અભ્યાસ કરતા રેહાન બદાત (ઉ. વ આશરે ૧૭) ડમ્પરની અડફેટે આવી જતા તેનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતકની બાઈક ડમ્પરની નીચે આવી જતાં ડમ્પર ચાલક દુર સુધી ઘસડી ગયો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટળેટોળા એકત્ર થઇ જતાં લાબા સમય માટે હાઈવે પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય હતી. તો રોષે ભરાયેલા લોકોના ટોળાએ ડમ્પરના કાચ તોડી નાખ્યાં હતાં તેમજ ડમ્પર ચાલકને ઢોર માર મારી અઘમુવો કરી નાંખ્યો હતો.

બનાવ અંગેની જાણ મોડેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને કબ્જો મેળવી તેને પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને જીઆઇડીસીના અધિકારીઓ સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાશે

ProudOfGujarat

દવાખાનું ન ચાલતું હોવાથી ડૉક્ટરે શરુ કરી કાર ચોરી રાજ્યમાંથી 250 કાર ચોરીને વેચી પણ નાંખી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!