ધ અંકલેશ્વર પ્રોગ્રેસિવ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડ ખાતે કોલેજના પૂર્વ તાલીમાર્થીઓની સામાન્ય સભા યોજઇ હતી જેમાં કોલેજમાં અભ્યાસ કરી ગયેલા તાલીમાર્થીઓ જોડાયા હતા. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. પ્રવીણચંદ્ર આર માસ્તર સાહેબના અધ્યક્ષ પદે યોજાયેલ આ સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભા બાદ જાણીતા કવિ, લેખક, નાટ્યકાર અને સાહિત્યકાર ડોક્ટર રઇશ મનિઆરનો સુંદર મજાનો સાહિત્ય કાર્યક્રમ યોજાયો હતો.
હસતા રહીએ વિકસતા રહીએ એ વિષયને કેન્દ્રમાં રાખીને ડોક્ટર રઇશ મનિઆરે વિવિધ ગઝલો, ગીતો, વાર્તાઓ અને ટચૂકાઓ દ્વારા વૈવિધ્યસભર રજૂઆત કરી હતી અને તાલીમાર્થીઓને સુંદર મેસેજ આપ્યા હતા. આ પ્રસંગે સુરત મદ્રેસા તૈયબાહ શાળાના પૂર્વ આચાર્ય અને કવિ સુનિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ સુંદર મજાની ગઝલો, ગીતો અને વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે સ્વામિનારાયણ સ્વરૂપ બીએડ કોલેજના આચાર્ય ડૉ.જપનભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડોક્ટર પ્રવીણ ચંદ્ર આર માસ્તર સાહેબે સૌને આવકાર્યા હતા અને પ્રાસંગિક વાતો રજૂ કરી હતી. કોલેજના પ્રા.ડૉ. પારૂલબેન ટંડેલ, ડૉ. પલ્લવીબેન કાપડિયા અને ગ્રંથપાલ કવિતાબેન રાઠવા એ મહેમાનોનો શાબ્દિક પરિચય આપ્યો હતો. કોલેજના પ્રા.ડૉ.ઇન્તેખાબ અન્સારીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જ્યારે કોલેજના ડૉ.અનીરુદ્ધસિંહ રાઉલજીએ આભાર વિધિ કરી હતી.