ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સુરવાડી નજીકની રેલવે પાસેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે સવારે ડી.વાય.એસ.પી. સહિતના કાફલાની સ્થળ ઉપર ખડેપગે ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.
રેલવેની હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોએ દબાણો કરી લઇ ત્યાં વસવાટ કરતા હતા, જેના કારણે રેલવેની હદને નડતર થતું હોય આખરે તંત્રએ જે.સી.બી ની મદદથી સ્થળ ઉપરના દબાણ દૂર કર્યા હતા.
Advertisement
હારુન પટેલ : ભરુચ