Proud of Gujarat
FeaturedGujaratINDIA

૫૦૦ ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતામાંથી ૨૦ હજાર ઉપડી ગયા, અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની

Share

ભારત દેશમાં ડીજીટલ યુગ જામ્યો છે, આ યુગનો કેટલાય લોકો સદઉપયોગ કરી તેના થકી કમાણી પણ કરી રહ્યા છે તો કેટલાક લેભાગુ તત્વો આ ડીજીટલ દુનિયામાં પણ પોતાની તરાપ મારવાનું છોડતા નથી અને ઓનલાઇન છેતરપીંડી જેવી કરતૂતો કરી હજારો લાખો રૂપિયાનો લોકોને ચુનો ચોપડી પોતાના નાપાક મનસૂબા પાર પાડી રહ્યા છે.

અંકલેશ્વરના રોહિત ભરતભાઈ નામના યુવક સાથે પણ કંઇક આજ પ્રકારની ઘટના સર્જાઈ છે, જેમાં તેઓએ ફેસબુક ઉપર સસ્તા ભાવે ચા મળતી હોય તે પ્રકારની જાહેરાત જોઈ તેઓ આકર્ષાઈ ગયા હતા અને તરત જ એપ્લિકેશન ઉપર ક્લિક કરી ૨૯૯ ની ૫૦૦ ગ્રામ ચા ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. રોહિત ભાઈ એ જેમ એપ્લિકેશન પર ક્લિક કરી પરંતુ તેઓનો ઓર્ડર પ્રથમ રિજેક્ટ થઇ ગયો હતો.

Advertisement

ત્યાર બાદ તેઓએ ફરી વાર એપ્લિકેશન ઓપન કરી ઓર્ડર સબમિટ કરી પોતાના ક્રેડિટ કાર્ડની ડીટેલ થકી પેમેન્ટ કરવા ગયા હતા જે દરમિયાન જ તરત તેઓના ખાતામાંથી ૨૯૯ની જગ્યાએ ૧૯ હજાર ઉપરાંતની રકમ કપાઇ જતા રોહિતભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેઓ સાથે છેતરપીંડી થઇ હોવાનું અહેસાસ થતા જ તેઓએ અંકલેશ્વર પોલીસ મથકે મામલે ફરિયાદ આપી અજાણ્યા ફ્રોડ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આમ ઓનલાઈન એપ્લિકેશનો થકી વધુ એકવાર એક વ્યક્તિને પોતાના હજારો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે આજના ડીજીટલ યુગની દુનિયામાં લોકોએ પણ ઓનલાઈન એપ્લિકેશન મારફતે પોતાના ખાતાની વિગત આપતા પહેલા વિચાર કરવા સમાન આ અંકલેશ્વરમાં બનેલ કિસ્સા ઉપરથી કહી શકાય તેમ છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ઝઘડીયા : સારસા ગામે વૃદ્ધા પર વાનરના હુમલા બાદ પાંજરુ ગોઠવાતા એક વાનર ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર જાની અને ઉપ નેતા તરીકે શરીફ કાનૂગા ની વરણી…

ProudOfGujarat

સરકારી ઇમારતોમાં છતો પરથી પોપડા અને ફ્લોરમાંથી ટાઇલ્સ કેમ ઉખડી રહી છે? જાણો ક્યાં,ક્યારે અને કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!