Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હિલ્ટન હોટલના કંપાઉન્ડમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લામાં દારુ જુગાર જેવી પૃવૃત્તિઓ ઉપર લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વિભાગ સક્રિય છે, તેવામાં નશાનો વેપલો કરતા તત્વો પણ સક્રિય થયા છે. ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ બાતમીના આધારે આજ પ્રકારના નશાનો વેપલો કરતા તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ શીખવ્યા છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ હિલટન હોટલના કંપાઉન્ડમાં ટ્રક નંબર GJ 08 AU 9293 માં મોટી માત્રમાં ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલ ટ્રકને ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ઝડપી પાડી હતી. ભરૂચ ક્રાઈમ બ્રાંચે મામલે ૩૦,૪૨,૨૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી રાણારામ પબુરામ ગોદાર રહે,શક્તિ નગર તા,ગુદામલાણી,રાજસ્થાન નાઓની ધરપકડ કરી મહેશ ખુમાર નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

અહમદભાઈ પટેલ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી આપી.

ProudOfGujarat

આજથી ગુજરાતમાં નવલી નવરાત્રીનો પ્રારંભ: ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમશે

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ બન્યા બુટલેગરોના અડ્ડા સમાન, પોલીસ કર્મીઓ સાથે જ બુટલેગરોની જામતી ચાઇ પે ચર્ચાઓથી અનેક તર્કવિતર્ક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!