Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોડી બિલ્ડીંગ ક્ષેત્રે અંકલેશ્વરની નેહા પુજારાની ઊંચી ઉડાન, ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

Share

ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ટેલેન્ટેડ યુવક, યુવતી સતત પોતાની મહેનત અને લગન સાથે જે તે ક્ષેત્રોમાં અવારનવાર સારું એવું પરફોર્મન્સ આપી રહ્યા છે,ક્રિકેટ ક્ષેત્રથી લઇ મૉડલિંગ અને બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ ભરૂચ જિલ્લાના યુવાઓએ સારી એવી પકડ જમાવી જિલ્લાનું નામ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગુંજતું કર્યું છે, તેવામાં ભરૂચ જિલ્લા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, જે બાદ જિલ્લાનું ગૌરવ પણ વધ્યું છે.

અંકલેશ્વરના પૂજારા પરિવારની પુત્રવધૂ નેહા સ્મિથ પૂજારા એ આઇ.સી.એન દ્વારા ગોવા ખાતે આયોજિત નેશનલ લેવલ બોડી બિલ્ડિંગ ફિટનેસ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો, અનેક કોમ્પિટિટર વચ્ચે યોજાયેલ આ સ્પર્ધામાં નેહા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીતીને અંકલેશ્વર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

નેહા પુજારા એ ગોલ્ડ મેડલ હાંસિલ કરતા પરિવારજનોમાં પણ આનંદની લાગણી છવાઇ છે, ત્યારે હવે બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ યુવતીઓ પોતાની આગવી ઓળખ બનાવી ફિટનેસ અંગે અન્ય યુવતીઓ માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહી છે,જેને લઇ નેહાને ચો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

અમદાવાદ : ચાંદખેડામાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતી યુવતી ઝડપાઈ

ProudOfGujarat

વડોદરા : કરોડો રૂપિયા ગયા પાણીમાં: પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!