Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલાનો મૃતદેહમાં પતિ જ નીકળ્યો હત્યારો..

Share

અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલાનો મૃતદેહમાં પતિ જ નીકળ્યો હત્યારો..

મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ પતિની શંકાસ્પદ હિલચાલના કારણે કડક પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો..

Advertisement

મૃતક દારૂ પીતી હોય અને પતિનું અન્ય મહિલા સાથે સંબંધ હોવાની સગાઈ પતિએ પત્નીનું જ ઢીમ ઢાળયુ

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી..

અંકલેશ્વર પંથકના બોઈદ્રા ગામની ૫૫ વર્ષીય મહિલા બે દિવસથી ગુમ થયા બાદ તે મૃતક અવસ્થામાં મળી આવતા પોલીસે હત્યા કરાય હોવાની પ્રાથમિક આશંકાના આધારે તપાસ કરતા મહિલા ના મોત પ્રકરણમાં પતિની શંકાસ્પદ હિલચાલના કારણે સંપૂર્ણ દિશામાં તપાસ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું વિસ્ફોટ થતા હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી હતી

અંકલેશ્વર બોઈદરા ગામની મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે રહેતા ૫૫ વર્ષીય ઉર્મિલા ચુનીલાલ ઓડ બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઇ ગયા હતા. તેમના પરિવારજનો બે દિવસથી તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન આબોલી ગામની પ્રાથમિક શાળા પાછળ બોઈદરા ગામની હદમાંથી દુર્ગંધ મારતો ઉર્મિલા ઓડનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી અને મૃતક મહિલાના શરીર ઉપર ગંભીર ઈજા હોવાના કારણે તેમજ ગળાના ભાગે ઈજાના નિશાનો દેખાતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન મહિલાના પતિ ચુનીલાલ કેવળ ઓડની શંકાસ્પદ હિલચાલના કારણે તેની પૂછપરછ કરતા પત્ની ઉર્મિલા ની હત્યા તેણે મારામારીમાં કરી હોય અને મૃતક પતિ ઉપર ખોટી શંકા રાખતી હોય અને દારૂ પીતી હોવાના કારણે બંને વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ પત્નીને માર મારતા તે મોતને ભેટી હોવાનું કબુલતા પોલીસે મહિલાની હત્યામાં વાપરેલી સાધન સામગ્રી સહિત બાઇક કબજે લઈ હત્યાનો ભેદ ઉકેલ નાખી હત્યારા પતિની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો


Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર રોડ પર આવેલ SBI નાં ATM માં આગ ભભૂકી ઉઠતા દોડધામ…

ProudOfGujarat

વેડચના ઉચ્છદ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સુરતનાં લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર 1.50 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!