Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

Share

ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમ ધરાવતા અંકલેશ્વર પંથકમાં આવેલ ઉધોગોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે, તેવામાં આજરોજ સવારે વધુ એક ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી, અંકલેશ્વર માંડવા પાસેના વિસ્તારમાં આવેલ અલ્કેમ કેમિકલ નામક ખાનગી કંપનીમાં કોઇ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી.

અંકલેશ્વર માંડવા વિસ્તારમાં હાઇવેને અડીને આવેલ ખાનગી કંપનીમાં લાગેલ આગના ધુમાડાના ગોટેગોટા દૂર દુર સુધી જોવા મળતા આસપાસના લોકોમાં પણ એક સમયે ગભરાટનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે કંપની આસપાસ ઉપસ્થિત કર્મચારીઓ સહિતના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.

Advertisement

કંપનીમાં લાગેલ આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક લાયબંબા લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, હાલ કંપનીમાં આગ કયા કારણસર લાગી છે તે અંગેની તપાસ કંપની શરૂ કરાઇ છે, જોકે આગના પગલે કંપની પ્લાન્ટમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિની રચના સુપેરે સંપન્ન

ProudOfGujarat

અંકલેશ્વર : ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ગ્રાન્ટમાંથી ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે ઈસમો બ્રિજ નીચે પટકાયા, એકનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!